શબ્દોથી તો સહુ કહે છે, શબ્દોથી તો શુ કહુ?
મિત્રતા ઍવી લાગણી ભીની, ચાલો આજે તમને "દિલ" થી કહુ.
અંધકારની તો વ્યાખ્યા શુ કહુ,
સોનેરી કિરણો બંની આવ્યા તમે. ચાલો તમને "ઉજાસ" કહુ.
લાગતુ જિંદગી હવે હતાશ છે, જીવન ના ઍ દર્દો માટે શુ કહુ.
હસાવી દીધા પળવાર મા તમે તો અમને, ચાલો આજે તમને "પ્રેરણા" કહુ.
દુનિયા તો આખી સ્વાર્થથી ભરેલી છે, સ્વાર્થ ના સંબંધો માટે તો શુ કહુ.
લાગણી નિસ્વાર્થ ઍવી તમારી, ચાલો આજે તમને "પ્રેમ" કહુ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment