તડકો – પન્ના નાયક.
આ અઢળક તડકો ખીલ્યો રે
એને પાંદડે પાંદડે ઝીલ્યો રે
આ પંખીઓના ટૌકા રે
જાણે નભમાં વહેતી નૌકા રે.
આ વાદળના વણજારા રે
એને હૈયે જળના ક્યારા રે.
આ લીલા ઘાસનો દરિયો રે
એને પતંગિયાંથી ભરિયો રે.
આ મબલક મારું હૈયું રે
ને હૈયામાં સાંવરિયો રે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment