Friday, May 15, 2009
તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
આવકારો મીઠો….આપજે રે …. જી…
.તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
બને તો થોડું……કાપજે રે…. જી…..
માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
તારા દિવસોની પાસે દુઃખિયાં આવે રે….
આવકારો મીઠો….આપજે રે ….જી….
કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે…..જી…
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે….જી….
પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…
..એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
આવકારો મીઠો…. આપજે રે….જી…..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment