Friday, May 1, 2009

જીવન માં ગુમાવવાનુ ઘણુ હોય છે...અને મેળવવાનુ માપનુ હોય છે...
તો જીવન મા એવુ મેળવો કે કદી ગુમાવવાનો અફસોસ ના થાય...
અને એવુ ન ગુમાવો કે જેનો અફ્સોસ આખી જીદંગી થાય...! 

કોઇ કહે છે ભગવાન ગરીબોના, કોઇ કહે છે ભગવાન બદનસીબોના,
પણ તમને મળ્યા પછી મને લાગ્યુ, કે ભગવાન મારા જેવા ખુશનસીબોના... 

સાવ અંગત એક સરનામું મળ્યું, આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.
મેં લખેલી ડાયરી વાંચી ફરી, યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.
જાણ થઈ ના કોઈને, ના આંખને, જીવવા માટે નવું બહાનું મળ્યું.
સોળમા પાને પતંગિયું સળવળ્યું, સરસ એ રીતે મને છાનું મળ્યું.

1 comment: