તો ફરીયાદ કરનાર તરીકે નહીં;
પણ સમસ્યાઓ ઉકેલનાર તરીકે
તમે જાણીતા થશો.
લોકો ફરીયાદ કરનારાઓને ટાળતા હોય છે.
તેમને તો સમસ્યા ઉકેલનારની જ શોધ હોય છે.
- જોસેફ સમરવીલે
તમારા કુટુમ્બીજનો
તમને મીત્ર સમાન ગણે;
અને તમારા મીત્રો
તમને કુટુમ્બીજન.
તમારા ખયાલો પર
અત્યારે જ કામ કરવાનું
શરુ કરી દો.
તકને ઝડપ ગમે છે.
– ફ્લોરેન્સ શીન
આપણા વીચારો, કાર્યો અને શબ્દો,
વહેલા કે મોડા,
બહુ જ સચોટ ચોક્કસતાથી,
આપણી તરફ જ
પાછા વળે છે.
કાં તો
તમે તમારા અભીગમ ઉપર નીયમન રાખો;
કાં તો
તે તમારા ઉપર રાખશે.
ફરીયાદો કરવાનું છોડી દો.
તમારા પ્રતીસ્પર્ધીઓથી જુદા પડો.
બતકો જેવા ન બનો.
તેઓ તો કલબલાટ અને ફરીયાદો કરે છે.
ગરુડની જેમ મુક્ત ગગનમાં
ટોળાંઓની ઉપર સ્વૈર્વીહાર કરો.
-વેઈન ડાયર
મુર્ખાઈથી ગુસ્સાનો આરંભ થાય છે
અને એનો અંત પશ્ચ્યાત્તાપમાં આવે છે
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે,
પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી,
અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.