Wednesday, May 30, 2012

http://kinner-aacharya.blogspot.in/

Saturday, May 23, 2009

જો તમે સતત હકારાત્મક અભીગમ રાખશો;
તો ફરીયાદ કરનાર તરીકે નહીં;
પણ સમસ્યાઓ ઉકેલનાર તરીકે
તમે જાણીતા થશો.

લોકો ફરીયાદ કરનારાઓને ટાળતા હોય છે.
તેમને તો સમસ્યા ઉકેલનારની જ શોધ હોય છે.

- જોસેફ સમરવીલે

તમારા જીવનની
સૌથી ઉત્તમ અવસ્થા છે :

તમારા કુટુમ્બીજનો
તમને મીત્ર સમાન ગણે;
અને તમારા મીત્રો
તમને કુટુમ્બીજન.


તમારા ખયાલો પર
અત્યારે જ કામ કરવાનું
શરુ કરી દો.

તકને ઝડપ ગમે છે.



જીવન બુમરેન્ગ જેવું છે.
આપણા વીચારો, કાર્યો અને શબ્દો,
વહેલા કે મોડા,
બહુ જ સચોટ ચોક્કસતાથી,
આપણી તરફ જ
પાછા વળે છે.

– ફ્લોરેન્સ શીન   

 




કાં તો
તમે તમારા અભીગમ ઉપર નીયમન રાખો;
કાં તો
તે તમારા ઉપર રાખશે. 

 




ફરીયાદો કરવાનું છોડી દો.
તમારા પ્રતીસ્પર્ધીઓથી જુદા પડો. 

બતકો જેવા ન બનો.
તેઓ તો  કલબલાટ અને ફરીયાદો કરે છે.

ગરુડની જેમ મુક્ત ગગનમાં
ટોળાંઓની ઉપર સ્વૈર્વીહાર કરો.

-વેઈન ડાયર 









મુર્ખાઈથી ગુસ્સાનો આરંભ થાય છે

અને એનો અંત પશ્ચ્યાત્તાપમાં આવે છે









પરીસ્થીતી કેવી છે ,
તે અગત્યનું નથી.
તમે તેને કેવી રીતે જુઓ છો
તે અગત્યનું છે.
અને તમે તેને કેવી રીતે જુઓ છો,
તે કેવળ તમારા પોતાના
ઉપર જ આધાર રાખે છે.
લોકો તાણ અનુભવતા હોય છે;
એનું કારણ બહુ કામ હોય છે -
એ નથી.

મોટે ભાગે
શરુ કરેલું કામ
પુરું ન કરી શકવાના

કારણે તે હોય છે.

Friday, May 15, 2009


તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
આવકારો મીઠો….આપજે રે …. જી…
.તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
બને તો થોડું……કાપજે રે…. જી…..
માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..

તારા દિવસોની પાસે દુઃખિયાં આવે રે….
આવકારો મીઠો….આપજે રે ….જી….
કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…

એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે…..જી…
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….

એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે….જી….
પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…

..એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
આવકારો મીઠો…. આપજે રે….જી…..


HOME

GUJARATI BLOG WORLD

ME & MY BLOG

Posts filed under 'કવિતા'
હાઇકુ – અમિત પિસાવાડિયા
એક છોકરીજાણે ખળખળતુવે’તુ ઝરણું…
એક છોકરીજાણે કમલદંડશોભતુ પ્દ્મ.
એક છોકરીજાણે બોલતી વિણાસારેગમપ્ **




નાનો ~ મોટો – પ્રેમશંકર ન. ભટ્ટ.
તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો ;

આ નાનો, આ મોટો -એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,

મીઠા જળનો લોટો ;

તરસ્યાને તો દરિયાથીયે

લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠેકેવો ગુલાબગોટો !

ઊંચા ઊંચા ઝાડે તમનેજડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,

જેનું મન મોટું તે મોટો.